સીપીઆર કેવી રીતે કરવામાં આવે છે?
સીપીઆરની મુખ્યત્ત્વે બે જાણીતી રીત છેઃ
હેલ્થકેર પ્રોવાઇડર્સ અને પ્રશિક્ષિતો માટેઃ પરંપરાગત રીતે હાથ ધરવામાં આવતાં સીપીઆરમાં છાતી દબાવીને શ્વાસ આપવાના 30:2ના ગુણોત્તરે છાતી દબાવવાનો અને મોં વાટે શ્વાસ આપવાનો સમાવેશ થાય છે. હૃદયની ગતિ બંધ પડી જવાનો ભોગ બનેલી વયસ્ક વ્યક્તિમાં એક સરેરાશ વયસ્ક માટે બચાવકર્તાએ 100થી 120/મિનિટના દરે અને ઓછામાં ઓછી 2 ઇંચ (5 સેમી)ની ઊંડાઈ સુધી છાતી દબાવવી યોગ્ય ગણાય છે, જેમાં વધારે પડતી ઊંડાઈ સુધી (2.4 ઇંચ [6 સેમી]થી વધારે) વધુ પડતું દબાણ કરવાનું ટાળવું જોઇએ.
સામાન્ય લોકો અને આસપાસ ઉભેલી વ્યક્તિઓ માટે કે જેઓ એક વયસ્ક વ્યક્તિને અચાનક પડી જતી જુએ છેઃ ફક્ત-છાતી દબાવીને હાથ ધરવામાં આવતુંસીપીઆર અથવા ફક્ત-હાથ વડે કરવામાં આવતું સીપીઆર. ફક્ત-હાથ વડે કરવામાં આવતા સીપીઆરમાં મોં વાટે શ્વાસ આપવામાં આવતો નથી. જેઓ હોસ્પિટલની બહાર કોઈ અન્ય જગ્યાએ (જેમ કે, ઘરે, કામના સ્થળે અથવા પાર્કમાં) કોઈ કિશોર કે વયસ્ક વ્યક્તિને અચાનક પડી જતી જુએ તેવા લોકોને આ રીતે સીપીઆર આપવાની ભલામણ કરવામાં આવે છે.
સીપીઆર કેવી રીતે કરવું:
આપ જો કોઈ વ્યક્તિની હૃદયની ગતિ અટકી જતાં જુઓ તો, 108ને કૉલ કરવાનું અને તાત્કાલિક ધોરણે સીપીઆર શરૂ કરી દેવાનું અત્યંત મહત્ત્વપૂર્ણ બની જાય છે.
આપને જો કોઈ બેભાન વ્યક્તિ જોવા મળે તો હંમેશા જોખમ માટે તેની ચકાસણી કરો અને આપ તેમને મદદ કરવાની શરૂઆત કરો તે પહેલાં જોખમો તપાસો.
આપને જો કોઈ બેભાન વ્યક્તિ જોવા મળે તો હંમેશા જોખમ માટે તેની ચકાસણી કરો અને આપ તેમને મદદ કરવાની શરૂઆત કરો તે પહેલાં જોખમો તપાસો
મદદ માટે બુમ પાડો – જો આસપાસમાં કોઈ હોય તો તેમને પાસે રહેવા જણાવો, કારણ કે આપને તેમની જરૂર પડી શકે છે. આપ જો એકલા હો તો લોકોનું ધ્યાન તમારી તરફ ખેંચવા માટે મોટેથી બુમ પાડો પરંતુ તે વ્યક્તિથી દૂર જશો નહીં.
જે વ્યક્તિની હૃદયની ગતિ અટકી ગઈ હોય છે તે શ્વાસોચ્છવાસ લઈ શકતી નથી અથવા તો સામાન્ય દરે શ્વસન કરી શકતી નથી. તેઓ ભાનમાં પણ હોતા નથી.
તેમનું માથું પાછળ રાખીને વ્યક્તિ સામાન્ય પ્રકારે શ્વાસોચ્છવાસ લઈ શકે છે નહીં તેને આ રીતે ચકાસોઃ
છાતીનું નિયમિતપણે હલનચલન ચકાસો, ગાલને નાક પાસે લઈ જઈ શ્વાસોચ્છવાસ ચાલે છે કે નહીં તે સાંભળો.
10 સેકન્ડથી વધુ જોવાનું, સાંભળવાનું કે અનુભવવાનું ટાળો. હાંફવાને (શ્વાસ ચઢવાને) સામાન્ય શ્વસન સાથે ગૂંચવી કાઢશો નહીં. શ્વસન સામાન્ય છે કે નહીં તે અંગે આપને જો ખાતરી ન થઈ શકતી હોય તો તેને સામાન્ય નથી તે મુજબ વર્તો.
વ્યક્તિ સામાન્યપણે શ્વાસોચ્છવાસ લઈ રહી છે કે નહીં તે અંગે જો આપને ખાતરી ન થઈ શકતી હોય તો, તે વ્યક્તિને રીકવરીની સ્થિતિમાં ગોઠવો અને 108ને કૉલ કરો.
જો શ્વાસોચ્છવાસ સામાન્ય દરે ચાલતો ન હોય તો, તેમનો વાયુમાર્ગ ખોલો. એક હાથ વ્યક્તિના કપાળ પર ગોઠવો, હળવેથી તેમનું માથું પાછળવી તરફ ઝુકાવો, ત્યારબાદ આપના અન્ય હાથની બે આંગળીઓને તેમની હડપચી નીચે ગોઠવી હડપચીને ઊંચી કરો – આપ જ્યારે આમ કરો છો ત્યારે આપ તેમનો વાયુમાર્ગ ખોલી રહ્યાં હો છો.
વ્યક્તિ જો શ્વાસોચ્છવાસ ન લઈ રહી હોય અથવા તો તેનો શ્વાસોચ્છવાસ સામાન્ય ન હોય તોઃ
કોઇને તાત્કાલિક ધોરણે 108ને ફોન કરીને એમ્બ્યુલન્સ બોલાવવાનું કહો
કોઇને પબ્લિક ઍક્સેસ ડીફિબ્રિલેટર (PAD) લાવવા માટે કહો.
આપને જો કોઈ મદદ માટે ન મળે તો સીપીઆર શરૂ કરતાં પહેલાં 108ને ફોન કરો.
વ્યક્તિની બાજુમાં ઘૂંટણ ટેકવીને બેસી જાઓ. એક હાથની હથેળીને તેમની છાતીની વચ્ચે ગોઠવો. આપના અન્ય હાથને પહેલાં હાથની ઉપર ગોઠવો. આપની આંગળીઓને એકબીજામાં ભેગી કરો.
હાથને ટટ્ટાર રાખો, છાતીના હાડકાંને બળપૂર્વક અને સહજતાથી નીચે દબાવવા માટે આપની હાથની હથેળીનો ઉપયોગ કરો, જેથી છાતી 5-6 સેમીની વચ્ચે નીચે દબાય અને તેના મૂળ સ્થાને પાછી આવી જાય.
આ ક્રિયાને 100 થી 120 ચેસ્ટ કૉમ્પ્રેશન પ્રતિ મિનિટના દરે કરો – જે પ્રતિ સેકન્ડ 2 વાર છાતી દબાવવા જેટલું થાય છે.
માથાને પાછળની તરફ ઝુકાવી અને હડપચીને ઊંચી કરી વાયુમાર્ગને ફરીથી ખોલો. વ્યક્તિના નાકના નરમ હિસ્સાને ચપટીમાં પકડી બંધ કરી દો.
સામાન્ય રીતે લેતાં હો તે રીતે શ્વાસ લો, તેમના મોંની પાસે સીલબંધી કરો અને સ્થિરતાપૂર્વક શ્વાસ તેમાં બહાર કાઢો.
વ્યક્તિની છાતી ઉપર-નીચે થવી જોઇએ. વ્યક્તિના માથાને ઝુકાવેલું અને હડપચી ઊંચી રાખીને આપના મોંને દૂર લઈ જાઓ, સામાન્ય રીતે લેતાં હો તે રીતે વધુ એક શ્વાસ લો અને બીજી રેસ્ક્યૂ બ્રીધ (બચાવવા માટે શ્વાસ) આપો. આ બે શ્વાસ આપવામાં પાંચ સેકન્ડથી વધુ સમય લાગતો નથી.
30 વખત છાતી દબાવવી અને બે વખત રેસ્ક્યૂ બ્રીધ્સનું પુનરાવર્તન કરો.
આપ જો રેસ્ક્યૂ બ્રીધ્સ આપી શકો તેમ ન હો તો 108ને કૉલ કરો અને હેન્ડ્સ-ઑન્લી (ફક્ત હાથ વડે આપવામાં આવતાં) સીપીઆર આપો. કંઇપણ ન કરવા કરતાં આ વધુ યોગ્ય છે.
જ્યાં સુધી વ્યવસાયિક મદદ આવી ન પહોંચે અને કામગીરીનો હવાલો ન લઈ લે ત્યાં સુધી અથવા તો, વ્યક્તિ ખાંસી ખાવા લાગે, આંખો ખોલે, બોલવા લાગે અથવા તો સામાન્ય દરે શ્વાસ લેવા લાગે જેવા ભાનમાં આવવાના ચિહ્નો ન દર્શાવે ત્યાં સુધી સતત પ્રયાસરત રહો.