Know Cardiac Arrest

કાર્ડિયાક અરેસ્ટ એટલે શું?

કાર્ડિયાક અરેસ્ટ એટલે એવી સ્તિથિ કે જેમાં હૃદયનું ધબકવું અચાનક બંધ થઇ જવું. વ્યક્તિમાં હૃદયરોગનું કોઈ નિદાન થયું હોય કે ન થયું હોય કાર્ડિયાક અરેસ્ટથી હૃદયની કામગીરી એકાએક બંધ શકે છે. તે અચાનક થાય છે અથવા તો અન્ય કોઈ લક્ષણોને કારણે થાય છે. હૃદયની ગતિ અચાનક અટકી જવાની સ્થિતિમાં જો તાત્કાલિક ધોરણે યોગ્ય પગલાં લેવામાં ન આવે તો આ સ્થિતિ ઘણીવાર જીવલેણ સાબિત થતી હોય છે.

હૃદયરોગનો હુમલો અને કાર્ડિયાક અરેસ્ટ એ શું એકસમાન પરિસ્થિતિ છે?

ના. ‘હૃદયરોગનો હુમલો’ એ શબ્દને ઘણીવાર ભૂલથી કાર્ડિયાક અરેસ્ટની સ્થિતિને વર્ણવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. હૃદયરોગના હુમલાને કારણે હૃદયની ગતિ અટકી જાય છે એ વાત સાચી પરંતુ તેનો અર્થ એ નથી કે આ બંને બાબતો એક જ છે.

હૃદય સુધી પહોંચતા રક્તના પ્રવાહની વચ્ચે આવનારા અવરોધને કારણે હૃદયરોગનો હુમલો આવે છે. હૃદયરોગનો હુમલો (માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન) એ રક્તનો પુરવઠો નહીં મળી શકવાને કારણે હૃદયની માંસપેશીઓ નાશ પામવાની ઘટના છે. હૃદયરોગના હુમલાને ‘પરિભ્રમણ’ની સમસ્યા તરીકે સમજી શકાય. હૃદયરોગનો હુમલો એ ઘણી ગંભીર બાબત છે અને ઘણીવાર જીવલેણ સાબિત થાય છે.

તેનાથી વિપરિત, હૃદયની ઇલેક્ટ્રિક સિસ્ટમમાં ખામી સર્જાય ત્યારે હૃદયની ગતિ અટકી જાય છે. હૃદય યોગ્ય રીતે ધબકવાનું બંધ કરી દે છે. આથી જ તેને ‘હૃદયની ધબકવાની કામગીરી ‘અટકી જવી’ અથવા ‘બંધ થઈ જવી’ એવું નામ આપવામાં આવ્યું છે.

હૃદયરોગની ગતિ અટકી જવાની સ્થિતિમાં જો તાત્કાલિક ધોરણે યોગ્ય પગલાં લેવામાં ન આવે તો તેનાથી તુરંત મૃત્યુ થઈ શકે છે. જો સીપીઆર (કાર્ડિયોપલ્મોનરી રિસસિટેશન) આપવામાં આવે અને હૃદયને ઝટકો આપવા માટે ડીફિબ્રિલેટરનો ઉપયોગ કરવામાં આવે તથા તેનાથી જો થોડી જ ક્ષણોમાં હૃદયનો લય સામાન્ય થઈ જાય તો કાર્ડિયાક અરેસ્ટ જેવી સ્થિતિને પલટાવી શકાય છે.

જ્યારે હૃદયમાં ખામી સર્જાય અને તે અનપેક્ષિત રીતે ધબકવાનું બંધ કરી દે ત્યારે કાર્ડિયાક અરેસ્ટની સ્થિતિ સર્જાય છે.

કાર્ડિયાક અરેસ્ટ એ એક “ELECTRICAL” સમસ્યા છે.

હૃદયમાં ઇલેક્ટ્રિકલ ખામી સર્જાવાને કારણે કાર્ડિયાક અરેસ્ટ થાય છે, જે હૃદયના ધબકારાને અનિયમિત (અરીધમિયા) બનાવી દે છે. હૃદયની પમ્પિંગની કામગીરી ખોરવાતાં તે રક્તને મગજ, ફેંફસા અને અન્ય અંગો સુધી પહોંચાડી શકતું નથી.

  • કાર્ડિયાક અરેસ્ટ એ આપ ધારો છો તેના કરતાં ઘણી સર્વસામાન્ય છે અને તે કોઇને પણ ગમે ત્યારે થઈ શકે છે.

  • હોસ્પિટલની બહાર કાર્ડિયાક અરેસ્ટ ને કારણે દર વર્ષે આશરે 3,83,000 જેટલાં કિસ્સા જોવા મળે છે અને કાર્ડિયાક અરેસ્ટ ના 88 ટકા કિસ્સા ઘરે થયા હોવાનું નોંધાયું છે.

  • મગજને પૂરતો રક્તપ્રવાહ પહોંચી નહીં શકવાને કારણે અચાનક ચેતના ગુમાવી દેવી એ કાર્ડિયાક અરેસ્ટ ની લાક્ષણિક્તા છે.

  • ભારતમાં જેમને તાત્કાલિક સારવારની જરૂર છે તેવા દર્દીઓમાંથી 80%થી વધુ દર્દી ગોલ્ડન અવર્સ (સુવર્ણ કલાકો) દરમિયાન યોગ્ય તબીબી સારવાર મેળવી શકતાં નથી અને પ્રાપ્ત થયેલાં આંકડાઓ અનુસાર, જેમને તાત્કાલિક તબીબી સારવારની જરૂર પડી છે તેવા લોકોમાંથી 62% લોકો 25 થી 50 વર્ષની ઉત્પાદક વયજૂથના હોય છે, જે દેશના સૌથી મહત્ત્વના સ્રોત અને પ્રશિક્ષિત માનવશ્રમનો મોટો દુર્વ્યય થતો હોવાનું દર્શાવે છે.

  • કાર્ડિયાક અરેસ્ટના લક્ષણો ત્વરિત અને મુશ્કેલ હોય છે, જેમાં સમાવિષ્ટ છેઃ

હૃદયની સ્થિતિ કે જે કાર્ડિયાક અરેસ્ટ થવા દોરી જાય છે.

  • કોરોનરી ધમનીની બીમારી
  • હૃદયરોગનો હુમલો
  • હૃદય પહોળું થઈ જવું
  • હૃદયના વાલ્વની બીમારી
  • હૃદયની જન્મજાત બીમારી

જોખમકારક પરિબળો

  • કાર્ડિયાક અરેસ્ટનો કૌટુંબિક ભૂતકાળ
  • ધૂમ્રપાન
  • ઉચ્ચ રક્તચાપ
  • કોલેસ્ટ્રોલનું ઊંચું પ્રમાણ
  • મેદસ્વીતા
  • ડાયાબિટીસ
  • બેઠાળું જીવન
  • આલ્કોહોલનું અતિશય સેવન (પ્રતિદિન બે કરતાં વધુ ડ્રિંક્સ)

શું થાય છે?

થોડી જ ક્ષણો બાદ વ્યક્તિ પ્રતિભાવ આપવાનું બંધ કરી દે છે, તેનો શ્વાસોચ્છવાસ બંધ થઈ જાય છે અથવા તો તે ફક્ત હાંફતી હોય છે. જો પીડિતને સારવાર ન મળે તો તે ક્ષણોમાં જ મૃત્યુ પામે છે. .