Emergency Treatment of Cardiac Arrest

કોઇપણ પ્રકારની ચેતવણી વગર કાર્ડિયાક અરેસ્ટ આવી શકે છે.

કોઈ વ્યક્તિ કાર્ડિયાક અરેસ્ટ થવાની સમસ્યા અનુભવી રહી હોવાની આપને આશંકા છે? આ રહ્યાં ચિહ્નોઃ

  • અચાનક પ્રતિભાવ આપવાનું બંધ થઈ જવું:વ્યક્તિ અચાનક પ્રતિભાવ આપવાનું બંધ કરી દે છે, ભલે પછી તમે તેના/તેણીના ખભા પર જોરથી થપથપાવો અથવા તો તેમને મોટેથી પૂછો કે બધું બરાબર છે કે નહીં તો પણ. વ્યક્તિ હલનચલન, બોલી, આંખનો પલકારો મારી કે અન્ય કોઈ રીતે પ્રતિભાવ આપી શકતી નથી.

  • સામાન્ય શ્વસન બંધ થઈ જવું: વ્યક્તિની શ્વાસોચ્છવાસની ક્રિયા બંધ થઈ જાય છે અથવા તો તે શ્વાસ લેવા માટે હાંફી રહી હોય છે.

શું કરવું?

આપના દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યાં છતાં વ્યક્તિ પ્રતિભાવ ન આપે અને આપને લાગે કે વ્યક્તિ ને કાર્ડિયાક અરેસ્ટ છે તો, આ સ્થિતિમાં શું કરવું તે અહીં આપવામાં આવેલ છેઃ:

  • મદદ માટે બુમ પાડોઃ નજીકમાં ઉભેલી કોઇ વ્યક્તિને 108ને બોલાવવાનું અથવા ઇમરજન્સી રીસ્પોન્સ નંબર લગાવવા કહો. તે વ્યક્તિને અથવા તો પાસે ઉભેલી અન્ય કોઈ વ્યક્તિને AED (ઓટોમેટેડ એક્સટર્નલ ડીફિબ્રિલેટર) નજીકમાં ઉપલબ્ધ હોય તો તે લાવી આપવા માટે કહો. તે વ્યક્તિને ઝડપ કરવા માટે કહો કારણ કે, આવા કિસ્સામાં સમય જ સૌથી મહત્ત્વનું પરિબળ હોય છે.

    • જેમને હૃદયની ગતિ અટકી જવાના ચિહ્નો જણાઈ રહ્યાં હોય તેવા કોઈ વયસ્ક સાથે આપ જો એકલા હો, તો 108ને કૉલ કરો અને AED મેળવો (જો કોઈ ઉપલબ્ધ હોય તો).

  • શ્વાસોચ્છવાસ ચકાસોઃ જો વ્યક્તિનો શ્વાસોચ્છવાસ અટકી ગયો હોય અથવા તો તે હાંફી રહી હોય તો સીપીઆર આપો.

  • સીપીઆર આપતી વખતે બળપૂર્વક અને ઝડપથી દબાવોઃ છાતીની વચ્ચે એક મિનિટની અંદર 100થી 120ના દરે ઓછામાં ઓછી બે ઇંચ જેટલું દબાણ આપો, છાતી દબાવતી વખતે પ્રત્યેકવાર છાતીને તેની સામાન્ય સ્થિતિમાં પાછી આવી જવા દો.

  • એઇડીનો ઉપયોગ કરોઃ ઓટોમેટેડ એક્સટર્નલ ડીફ્રિબ્રિલેટર આવી જવાની સાથે તુરંત તેનો ઉપયોગ કરો. તેને ચાલુ કરો અને તેના સંકેતો (પ્રોમ્પ્ટ્સ)ને અનુસરો.

  • દબાવતાં રહોઃ વ્યક્તિ શ્વાસ ન લેવા લાગે કે હલનચલન ન કરવા લાગે અથવા તો ઇએમએસ ટીમના સભ્ય જેવી કોઈ અત્યાધુનિક પ્રશિક્ષણ ધરાવતી વ્યક્તિ કામગીરીનો દોર સંભાળી ન લે ત્યાં સુધી સીપીઆરની પ્રક્રિયા ચાલુ રાખો.