Causes of Cardiac Arrest

હૃદયની લગભગ કોઇપણ જ્ઞાત સ્થિતિને કારણે કાર્ડિયાક અરેસ્ટ થઇ શકે છે.

કાર્ડિયાક અરેસ્ટ થઇ જવાના મોટાભાગના કિસ્સા રોગગ્રસ્ત હૃદયની ઇલેક્ટ્રિક સિસ્ટમમાં ખામી સર્જાવાને કારણે થાય છે. આ ખામીને કારણે હૃદયની લય અસામાન્ય થઈ જાય છે. જેમ કે, વેન્ટ્રીક્યુલર ટેકીકાર્ડિયા અથવા વેન્ટ્રીક્યુલર ફિબ્રિલેશન. કેટલીકવાર હૃદયની લય અત્યંત ધીમી થઈ જવાને કારણે (બ્રેડીકાર્ડિયા) પણ હૃદયની ગતિની અટકી જતી હોય છે.

આ પ્રકારના હૃદયના અનિયમિત ધબકારા કે જેમાં કાર્ડિયાક અરેસ્ટ થઇ શકે છે, તેને જીવન માટે જોખમી અરીધમિયા ગણવા જોઇએ.

કાર્ડિયાક અરેસ્ટ થવા માટેના અન્ય કારણોમાં સમાવિષ્ટ છેઃ

  • હૃદયની માંસપેશીમાં ઘાઃ આ પ્રકારનો ઘા અગાઉ આવેલા હૃદયરોગના હુમલા અથવા અન્ય કોઈ કારણોસર થયેલો હોઈ શકે છે. ઘા ધરાવતાં અથવા તો અન્ય કોઈ કારણોસર પહોળા થયેલાં હૃદયને જીવન માટે જોખમી વેન્ટ્રીક્યુલર અરીધમિયા થવાની શક્યતા વધુ હોય છે. હૃદયરોગનો હુમલો આવ્યાં પછીના પ્રથમ છ મહિનાના સમયગાળા દરમિયાન ધમની નાં રોગો ધરાવતાં દર્દીઓમાં કાર્ડિયાક અરેસ્ટ થઇ જવાનું જોખમ વધુ રહેલું હોય છે.

  • હૃદયના સ્નાયુઓ જાડા થઈ જવા (કાર્ડિયોમાયોપેથી): ઉચ્ચ રક્તચાપ (હાઈ બ્લડપ્રેશર), હૃદયના વાલ્વની બીમારી અથવા અન્ય કોઈ કારણોસર હૃદયના સ્નાયુને નુકસાન પહોંચી શકે છે. આપના હૃદયના સ્નાયુઓ જો આ પ્રકારે રોગગ્રસ્ત થયેલાં હોય તો કાર્ડિયાક અરેસ્ટ થઇ જવાની શક્યતા વધી જાય છે, ખાસ કરીને આપને હાર્ટ ફેલ્યોર પણ હોય. કાર્ડિયોમાયોપેથી વિશે વધુ જાણકારી મેળવો.

  • હૃદયની દવાઓ :કેટલીક પરિસ્થિતિઓમાં હૃદય માટેની વિવિધ દવાઓ અરીધમિયા માટેની ભૂમિકા બાંધે છે, જેના કારણે હૃદયની ગતિ અચાનક થંભી જઈ શકે છે. (સાંભળવામાં અજુગતું લાગે છે પણ અરીધમિયાનો ઇલાજ કરવા માટે ઉપયોગમાં લેવાતી એન્ટી-અરીધમિયાની દવાઓ ક્યારેક પ્રિસ્ક્રાઇબ કરવામાં આવેલા સામાન્ય ડોઝ પર પણ વેન્ટ્રીક્યુલર અરીધમિયા પેદા કરી શકે છે. તેને ‘પ્રોઅરીધમિક’ ઇફેક્ટ કહેવામાં આવે છે.) રક્તમાં પોટેશિયમ અને મેગ્નેશિયમના સ્તરમાં મહત્ત્વનો ફેરફાર (ઉદાહરણ તરીકે, મૂત્રવર્ધક દવાનો ઉપયોગ કરવાથી) પણ જીવન માટે જોખમી અરીધમિયા અને હૃદયની ગતિ અટકી જવાની સમસ્યા સર્જી શકે છે.

  • ઇલેક્ટ્રિકલ વિકારોઃ વૉલ્ફ-પાર્કિન્સન-વ્હાઇટ-સિન્ડ્રોમ અને લોન્ગ ક્યૂ.ટી. જેવા કેટલાક ઇલેક્ટ્રિકલ વિકારો બાળકો અને યુવાનોમાં કાર્ડિયાક અરેસ્ટ થઇ જવાની સમસ્યા માટે કારણભૂત બની શકે છે.

  • રક્તનલિકાઓના વિકારોઃ કેટલાક દુર્લભ કિસ્સાઓમાં, રક્તનલિકાઓના જન્મજાત વિકાર ખાસ કરીને, કોરોનરી ધમની અને એરોટા (મહાધમની)માં જોવા મળતાં આવા વિકારને કારણે હૃદયની ગતિ અટકી જઈ શકે છે. જ્યારે આવા વિકારો અસ્તિત્વ ધરાવતાં હોય ત્યારે આકરી શારીરિક પ્રવૃત્તિ દરમિયાન મુક્ત થતું એડ્રેનેલિન ઘણીવાર કાર્ડિયાક અરેસ્ટ અટકાવી દેવા માટે એક ટ્રિગર તરીકે કાર્ય કરે છે.

  • મનોરંજક ડ્રગ્સનો ઉપયોગઃ કેટલાક મનોરંજક ડ્રગ્સનો ઉપયોગ કરવાથી તંદુરસ્ત વ્યક્તિમાં પણ કાર્ડિયાક અરેસ્ટ થઇ શકે છે.